11000 હજારનું ટેબ્લેટ 1 હજારમાં અપાશે, 50 હજાર ટેબ્લેટ ટુંક સમયમાં વિતરણ કરવામાં આવશે:: જીતુ વાઘાણી
વિદ્યાર્થીઓને હવે ટેબ્લેટ મળશે.
50 હજાર ટેબ્લેટ વિતરણ કરાશે.
ટેક્નિકલ ખામીને લીધે ટેબ્લેટ આપી શકાતા ન હતા.
ગુજરાત સરકારની નમો ઈ ટેબલેટ યોજના અંતગર્ત કોલેજ અને પોલીટેકનીકના વિદ્યાર્થીઑને 11000 હજારનું ટેબ્લેટ 1 હજારમાં આપવામાં આવે છે.
પણ ટેક્નિકલ ખામીને લીધે આશરે 2 વર્ષથી તમામ વિદ્યાથીઓ ટેબ્લેટથી વંચિત છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે 50 હજાર ટેબ્લેટ ટુંક સમયમાં વિતરણ કરવામાં આવશે ટેક્નિકલ ખામીને લીધે ટેબ્લેટ વિદ્યાર્થીઓને મળતા ન હતા જે હવે આપવાના શરૂ કરવામાં આવશે.
ટેક્નિકલ ખામી શું હતી?
રાજ્ય સરકારે વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા પણ એ પછી ગયા વર્ષે કોરોના પેનડેમીકને કારણે યોજના હેઠળ ટેબ્લેટ મળી શક્યા નહોતા.
ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ લેવાનું માંડી વાળ્યું હતું જેથી છેલ્લા બે વર્ષથી આ યોજના બંધ હતી.
નમો ઇ-ટેબ્લેટ યોજના મુખ્ય ઉદ્દેશ
વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનો ઉચ્ચ અભ્યાસક્રમ માટે સારી રીતે ઉપયોગ કરી શકે અને તેમના શૈક્ષણિક હેતુઓને સિધ્ધ કરવા ટેબલેટનો ઉપયોગ કરી શકે.
પાત્રતાના ધોરણો
વિધાર્થીએ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.